તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના વાઝરડા ગામે માતા અને પુત્રએ મળી ઘર જમાઈ તરીકે આવેલા પિતાને લાકડીના સપાટા અને ઈંટ વડે ફટકાર્યો હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થઇ છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના વાઝરડા ગામના પટેલ ફળીયામાં રંગાબેન ફરવિનભાઈ ચૌધરીની દુકાન સામે આજ રોજ,રાયસિંગભાઈ બુધિયાભાઈ ચૌધરી રહે,સીસોર રોઝિયા ફળિયું-સોનગઢ નાએ પોતાની પત્ની અને પુત્ર સીતાબેન રાયસિંગભાઈ ચૌધરી અને રવીન્દ્રભાઈ રાયસિંગભાઈ ચૌધરી બંને રહે,વાઝરડા,પટેલ ફળિયું-સોનગઢ વિરુધ્ધ કોર્ટમાં ફરિયાદ આપેલ હોય,જેના અનુસંધાને પત્ની અને પુત્ર બંને મળી રાયસિંગ ચૌધરીને કહેલ કે,અમારી વિરુધ્ધ કોર્ટમાં કેમ ફરિયાદ આપેલ છે.જેની અદાવત રાખી પુત્ર રવીન્દ્ર ચૌધરીએ પિતા રાયસિંગ ને માથામાં લાકડીના સપાટા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જયારે પત્ની-સીતાબેન ચૌધરીએ તેના હાથ માની ઈંટથી રાયસિંગ ને દાબી તરફ પાછળના ભાગે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી,બનાવ અંગે રાયસિંગભાઈ ચૌધરીએ પત્ની અને પુત્ર વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.જેના આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ asi પ્રતાપભાઈ દત્તુભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application