તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:બારડોલીના આફવા ગામની હદમાં આવેલ સાંઈનાથ પેટ્રોલ પંપ ઉપર આજરોજ વહેલી વહેલી સવારે ચાર જેટલા લુટારુઓએ લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા,જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે લુટારુઓને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે,
મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના આફવા ગામ પાસે આવેલ સાંઇનાથ પેટ્રોલ પંપ ઉપર આજરોજ રવિવારેની વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ,પંપના કર્મચારી ભાવિન ગરાસીયા,આનંદ ઢોળીયા અને જયરામ ચૌધરી નોકરી પર હતા તે સમય દરમિયાન નંબર વગરની પલ્સર મોટર સાયકલ તથા સ્પ્લેન્ડર બાઈક ઉપર મોઢે રૂમાલ બાંધીને આવેલ 25 થી 30 વર્ષની ઉમંર ના ગુજરાતી ભાષા બોલતા ચાર અજાણ્યા ઇસમોએ પેટ્રોલ પંપમાં ઘુસી જઈ પંપના કર્મચારીઓને પ્લાસ્ટિક ની પિસ્તોલ તેમજ છરો બતાવી ડરાવી ધમકાવી ઓફીસના કબાટ તેમજ કર્મચારી પાસેથી પેટ્રોલ વેચાણ ના કેશના પાકીટ માંથી રોકડ રૂપિયા 15,000/-,તથા 2 મોબાઈલ ફોન કી.રૂ.8,500/- મળી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 23,500/- મત્તાની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા,જોકે લુટારુઓની તમામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી,બનાવ અંગે ભાવિનભાઈ નરેશભાઈ ગરાસીયા (પેટ્રોલ પંપ કર્મચાર)ના ફરિયાદને આધારે બારડોલી પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર થયો છે,આગળની વધુ તપાસ psi બી.કે.પટેલ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500