દિલ્હી:બુરાડીના સંતનગર એરિયામાં આજે રવિવારે હાહાકાર મચી ગયો છે.સવારે એક જ ઘર માંથી શંકાસ્પદ હાલતમાં ૧૧ લાશ મળી આવતા હડકંપ મચ્યો છે.કેટલાક મૃતદેહો રસ્સીથી લટકાયેલી હાલતમાં મળી આવ્યાં છે.મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરુષ સામેલ છે.તેમના મોત કેવી રીતે થયા તે અંગે હજુ સ્પષ્ટ જાણકારી મળી નથી.ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે કહેવાય છે કે કેટલાક લોકોના હાથપગ બાંધેલી હાલતમાં છે.કેટલાક લોકોની આંખો ઉપર પટ્ટી પણ બાંધેલી છે.
મળતી માહિતી મુજબ આ મામલો બુરાડીના સંત નગરના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ સામે ગલી નંબર ૨ નો છે.મૃતકો માંથી કોઈના હાથ બાંધેલા છે,કોઈના પગ બાંધેલી હાલતમાં તો કોઈના મોઢા પર પટ્ટી બાંધેલી છે.ઘટના સ્થળે પહોંચેલી પોલીસ એ તપાસ કરવામાં લાગી છે કે આ મામલો સામૂહિક આત્મહત્યાનો છે કે પછી સામૂહિક હત્યાનો.આ રીતે એક સાથે ૧૧ મૃતદેહો મળી આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે.પોલીસ હાલ કઈ પણ બતાવવાની સ્થિતિમાં નથી.પોલીસનું કહેવું છે કે,તમામ એંગલથી આ મામલાની તપાસ થઈ રહી છે.જેથી કરીને મોતના કારણો સામે આવી શકે.જો કે પોલીસ હાલ પ્રાથમિક તપાસમાં તો આ મામલાને આત્મહત્યા માની રહી છે.પરંતુ જો આ આત્મહત્યા હોય તો આટલી મોટી સંખ્યામાં લોકોની આત્મહત્યા પાછળ કારણ શું હોઈ શકે? આમ છતાં કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી.પોલીસ એ એંગલથી પણ તપાસ કરશે કે કોઈ અંગત અદાવતના કારણે સામૂહિક હત્યાકાંડનો તો મામલો નથી ને.બુરાડીના જ્યાંથી આટલી મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવ્યાં હતા ત્યાં ભારે ભીડ જામી હતી.સવાર સવારમાં ઉઠતાની સાથે જ આવા સમાચાર ફેલાતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.મળતી માહિતી મુજબ મૃતકોમાં બે ભાઈઓના પરિવારના લોકો સામેલ છે.જેમાં સાત મહિલા અને ચાર પુરુષ છે.તેમાંથી એકનો પ્લાયવૂડનો કારોબાર છે અને બીજાને પરચૂરણની દુકાન હતી.હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application