તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકાની સીમ માંથી પસાર થતી તાપી નદી કિનારે આવેલ ઘાંસિયામેઢા ગામના નદી કિનારા વિસ્તારમાં આજરોજ પ્રાંત અધિકારીની આગેવાનીમાં આરટીઓ,મામલતદાર અને ભૂસ્તર વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરોડા પાડ્યા છે,તાપી નદી માંથી ગેરકાયદેસર રેતી ઉલેચવામાં આવતી હોવાની માહિતીના આધારે આજરોજ દરોડા પાડ્યા છે,
સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 1 જુલાઈ 2018 નારોજ સોનગઢના ઘાંસિયામેઢા ગામની સીમ માંથી વહેતી તાપી નદી માંથી મોટાપાયે રેતી ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે આજરોજ તાપી-જિલ્લા કલેકટર એન.કે.ડામોર ની સુચના ના આધારે જુદાજુદા વિભાગનું તંત્ર કામે લાગ્યું છે,વ્યારા-પ્રાંત અધિકારી તુષારભાઈ જાની ની આગેવાનીમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે,તંત્રની કાર્યવાહીથી ફફડી ઉઠેલા કેટલાક રેતી માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો કેટલાક ટેલીફોનીક ભલામણ કરતા હોવાની વિગતો સામે આવી છે,રેતી ખનન સ્થળ પર સવાર થીજ દરોડા પાડવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે,તાપી નદી કિનારે પોલીસ બંદોબસ્ત સાથે એકાએક પહોંચેલા અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગરી શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે,રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતી તમામ સાધન,સામગ્રી સહિતનો કેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે તે અત્યાર સુધી જાણવા મળ્યું નથી,આપને અહીં જણાવી દઈએ છીકે,એસીબી વિભાગને મળેલ ફરિયાદના આધારે સોનગઢના ઘાસીયામેઢા ગામ પાસે ૧૩મી જુન નારોજ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું,જેમાં વડોદરા અને સુરત સહિત એસીબી વિભાગે ટીમ તૈયાર કરી ગુપ્તરાહે રેતી ખનન સ્થળે ચેકિંગ શરુ કર્યું હતું.તાપી નદી માંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવા માટે નાની મોટી હોડીઓ,આશરે ૨૦થી વધુ,મશીનરી,લોખંડ/ફાયબરના પાઈપ,રેતી ચાળવા માટેના મોટા ચારણા,રેતી વહન કરવા માટે ડમ્પરો/ટ્રક આશરે ૭૦ થી ૮૦,જેસીબી મશીન આશરે ૧૮ થી ૨૦ વિગેરે,આશરે ૧૫૦ થી ૨૦૦ જેટલા માણસો ગેરકાયદેસર રેતી ખનન કરતા એસીબી દ્વારા કરવામાં આવેલ વિડીયોગ્રાફી માં કેદ થઇ ગયા હતા.તેમ છતાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી.
Update-
સોનગઢના ઘાંસિયામેઢા ગામે તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં વ્યારા તાપી જિલ્લા પોલીસ ખાતાના બે પીઆઈ,પાંચ પીએસઆઈ,બે મોટી બસમાં પોલીસકર્મીઓ સહિત 70 જેટલા પોલીસજવાનનો કાફલો સાથે રેતી ખનન સ્થળે પહોંચેલા પ્રાંત અધિકારી તુષારભાઈ જાની,અને તેમનો સ્ટાફ,આરટીઓ અધિકારી અને સ્ટાફ,મામ્લતા અને સ્ટાફ,તેમજ ભૂસ્તર ખાતાના અધિકારીઓ દરોડા પડવાની કાર્યવાહીમાં જોતરાયા હતા.રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતો તમામ માલસમાન આઠ થી દશ જેટલી ટ્રકોમાં ભરી દેવામાં આવ્યો હતો,તેમજ ચોખટાનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500