તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના કાકડવા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે દોડતી ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતી,બનાવ અંગે ડોલવણ પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર થયો છે.
ડોલવણ તાલુકાના કાકડવા ગામના પાટિયા પાસે ડુંગરી ફળિયાની હદમાં તા.1 જુલાઈ નારોજ મોડી રાત્રે 2:00 વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે દોડતી ટ્રક નંબર MH-30-AB-0774 ના ચાલકે પોતાનું ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવી હોન્ડા સીટી કંપનીની કાર નંબર GJ-21-AQ-3179 ને સામેથી અથડાવી દેતા કારમાં સવાર કિરણભાઈ રમેશભાઈ ગામીત(ઉ.વ.27)રહે,પાટીગામ નાઓનું કારમાં ફસાઈ જવાથી શરીરે મૂઢ ઈજા,ઘસારો થવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,બનાવ અંગે રમેશભાઈ મોહનભાઈ ગામીત ની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application