તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગર પાલિકાનું રાજકારણ ગરમાયુ છે,આજે વ્યારા નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી,આ સભા દરમ્યાન પાંચ જેટલા કોર્પોરેટરો ના રાજીનામાં પ્રકરણ મામલે પૂર્વ મહિલા પ્રમુખ ને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા,ભાજપ-કોંગ્રેસ ના કોર્પોરેટરો સહીત આગેવાનો આમને સામને આવી ગયા હતા,મામલો થાળે પાડવા પોલીસે દરમ્યાનગીરી કરવાની નોબત આવી હતી.
વ્યારા નગર પાલિકા ની ગત 11 મી જૂન ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી,આ ચૂંટણી પૂર્વે પાલિકા ના પાંચ કોર્પોરેટરોના બનાવટી રાજીનામાં પ્રકરણ ગાજ્યું હતું,જેમાં પાંચ કોર્પોરેટરોનું કહેવું હતું કે,તેમની ખોટી સહીથી આ રાજીનામાં પાલિકાના જેતે સમયના પ્રમુખ દિપાલીબેન પાટીલે સ્વીકારી તેમને અન્યાય કર્યો હતો,જે મામલો જિલ્લા કલેકટરના દરબારમાં ગયો હતો અને રાજીનામાં સાચા હોવાનું જિલ્લા કલેકટરે ચુકાદો આપ્યો હતો,બાદ 11 મી જૂન એ થયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ફરી બીજેપીએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું,જે બાદ આજે પહેલીવાર વ્યારા નગર પાલિકાની સામાન્યસભા થઇ હતી,જેમાં રાજીનામાં પ્રકરણ ગાજ્યું હતું અને પૂર્વ પાંચ મહિલા કોર્પોરેટરોએ પૂર્વ મહિલા પ્રમુખ દિપાલીબેન પાટીલ ને ઘેરી તેમને ધક્કે ચઢાવ્યા હતા,જેને લઇ મામલો ગરમાયો હતો અને ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા,આ મામલે પૂર્વ પ્રમુખ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા,બીજી તરફ વિરોધ પક્ષ પણ સામી ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યાં હતા,બીજી તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યારા નગરપાલિકાના બે કોર્પોરેટરને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.જયારે કોંગ્રેસ માંથી બીજેપીમાં જોડાયેલા વોર્ડ નંબર 3ના અનિશ ચૌધરી અને વોર્ડ નંબર 4માં રીનાબેન પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500