મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગેરકાયદે રીતે દારૂની ઘૂસાડાતો હોવાની બાતમી મળતાં ધુલિયા-સુરત નેશનલ હાઇવે પર આવેલી એપલ હોટલ પાસેથી સુરત તરફ જતું કન્ટેનર તલાશી લેતા કન્ટેનર માંથી 43 લાખનો નકલી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે કન્ટેનર ચાલક અને તેનો કો-ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં.
જોકે, નંદુરબાર એલ.સી.બી. પોલીસ ટીમને બાતમી મળી હતી કે ધુલિયા-સુરત નેશનલ હાઇવે પર કન્ટેનર નંબર GJ/06/AZ/3560માં વિદેશી દારૂ રોયલ વ્હિસ્કી દારૂ ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યો છે. આમ, પોલીસે દારૂનો મુદામાલ જપ્ત કર્યો હતો અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરફેર કરતા કન્ટેનર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application