તાપીમિત્ર ન્યુઝ,આહવાઃજિલ્લામાં ચાલી રહેલી પોલીયો રસિકરણની કામગીરીના પ્રથમ દિવસે,જિલ્લાના આરોગ્યકર્મીઓ દ્વારા લક્ષિત કામગીરી પૈકી ૭પ.૭૪ ટકા કામગીરી પૂર્ણ કરી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતા તરફથી મળેલી વિગતો અનુસાર,ત્રણ દિવસની પોલીયો રસિકરણની કામગીરીના પ્રથમ દિવસે, જિલ્લાના ૨૨૩ પોલીયો બુથ, ૧૧ મોબાઇલ ટીમ,બાવન (પર) ટ્રાંઝિટ ટીમો દ્વારા જિલ્લાના ૦ થી પ વર્ષની વયજૂથના ર૬,૮૭૪ બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવામાં તંત્રને સફળતા મળી હતી.ઉલ્લેખનિય છે કે,ડાંગ જિલ્લામાં ૦ થી પ વર્ષની વયજૂથના ૩૫,૪૮૪ બાળકો આરોગ્ય વિભાગને ચોપડે નોંધાયા છે.જે પૈકી પ્રથમ દિવસના અંતે ૭પ.૭૪ ટકા કામગીરી સાથે,બીજા અને ત્રીજા દિવસની કામગીરી માટે તંત્ર જોતરાયુ હતું.આ કામગીરીમાં જિલ્લાના લોકપ્રતિનિધિઓ સહિત સામાજિક કાર્યકરો, આંગણવાડી વર્કરો, આશા બહેનો,આરોગ્યકર્મીઓ વિગેરેનો સહયોગ સાંપડી રહ્યો છે તેમ પણ વધુમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500