તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સરકાર દ્વારા ૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદ કરવા તથા રૂબેલા/જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવવા માટે આગામી તા.૧૫મી,જુલાઇથી એમઆર(ઓરી-રૂબેલા) રસીકરણ અભિયાન હાથ ધરવાનું આયોજન કર્યું છે.જે અંતર્ગત આરોગ્ય વિભાગ,જિલ્લા પંચાયત,તાપી દ્વારા જિલ્લાના ધાર્મિક આગેવાનો માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,તાપી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગામી તા.૧૫મી,જુલાઇથી યોજાનારા મિઝલ્સ-રૂબેલાના રસીકરણ કાર્યક્રમમાં નવ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને આવરી લેવામાં આવશે.આ અભિયાનને સફળ બનાવવા માટે ધર્મગુરૂઓની ભૂમિકા મહત્વની બની રહે એમ હોઇ,આરોગ્ય વિભાગ,જિલ્લા પંચાયત,તાપી દ્વારા વિવિધ ધર્મના ધર્મગુરૂઓ માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો.ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજર ડૉ.યોગેશ શર્માએ મિઝલ્સ-રૂબેલા અંગે વારંવાર પૂછવામાં આવતા સવાલોનું સમાધાન કરી ધાર્મિક આગેવાનો રજૂ કરવામાં આવેલી મુંઝવણો અંગે તેમણે વિગતે જાણકારી આપી મુંઝવણો દુર કરી હતી. આ ઓરિન્ટેશન વર્કશોપમાં ઉપસ્થિત ધાર્મિકઆગેવાનોએ આ રસીકરણ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા સંમતિ આપી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500