Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી:વરેલી પાટણા ગામે વધુ એક કદાવર  દિપડો પાંજરે પુરાયો

  • June 29, 2018 

શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવીના વરેલી પાટણા ગામ માંથી વધુ એક કદાવાર દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો દમ લીધો છે,અહીંના વિસ્તારમાં આવેલ ખેતરમાં છેલ્લા ઘણા દિવસ થી દિપડો નજરે પડતા વનવિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું હતું જેમાં દિપડો પુરાઈ જતા તેને સુરક્ષિત સ્થળ પર છોડવા માટે તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ માંડવી તાલુકા ના વરેલી પાટણા ગામે રહેતા યુસુફભાઈ મહિડા ના ખેતરમાં  છાશવારે દિપડો પાંજરે પુરાવા ની ધટના બનતી રહે છે,ચાર દિવસ થી ફરી દિપડો નજરે પડતા ગામમાં કોઈ દુર્ઘટના ના બને તેને ધ્યાન માં લઈ   ખેડૂત યુસુફભાઈ મહિડા એ વનવિભાગને પાંજરું મુકવા રજૂઆત કરી હતી.જેના આધારે વનવિભાગના અધિકારીએ ખેતરમાં એક પાંજરું મુક્યું હતું જેમાં ગત રાત્રે આશરે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ એક કદાવર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો,બનાવની જાણ વન અધિકારીઓને થતા સ્થળ પર પહોંચી દીપડાને અન્ય કોઈ જંગલમાં સુરક્ષિત સ્થળ પર છોડવામાં માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application