નવી મુંબઈનાં માનસરોવર રેલવે સ્ટેશન બહાર આવેલ પાર્કિંગ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા 42 ટુ- વ્હિલર બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે ત્યારબાદ આગને કાબૂમાં લીધી હતી પણ વાહનો બળી જવાથી મોટું નુકસાન થયું હતું. બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ઘણા નોકરીયાતોના ઘરો રેલવે સ્ટેશનથી ખૂબ દૂર હોવાથી આ લોકો અવરજવર માટે ટુ-વ્હિલરનો વ્યાપક ઉપયોગ કરે છે.
આ ટુ- વ્હિલર મોટાભાગના લોકો સ્ટેશન બહાર ઉપલબ્ધ પે એન્ડ પાર્કમાં પાર્ક કરતા હોય છે. આ પ્રકારની સુવિધા નવી મુંબઈના માનસરોવર રેલવે સ્ટેશન બહાર ઉપલબ્ધ હોઈ અહીં મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરવામાં આવે છે. જોકે અહીં મોટી સંખ્યામાં વાહન પાર્ક કરવામાં આવ્યા હતા ત્યારે સાંજે સાડા છ વાગ્યે પાર્કિંગ એરિયામાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડા જ સમયમાં આ આગે ભીષણ સ્વરૂપ પકડી લેતા પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલ 42થી વધુ ટુવ્હિલરમાં આગ ફેલાઈ ગઈ હતી અને આ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડના વાહનો પહોંચે તે પહેલાં આ ટુ-વ્હિલર આગમાં ખાખ થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application