શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી નગરપાલિકા ના વીરોધપક્ષના નેતા કૃપાકિરણ વોર્ડ નંબર એકમાં બનાવેલ રિધ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે છેલ્લા પાંચ દિવસથી પ્રાંત કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.જેમની તબિયત લથડતા તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમ છતાં ભાજપ શાસિત માંડવી નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી સુધ્ધા હલ્યું નહિ.જેને લઈ આજરોજ માંડવી-સોનગઢ મત વિસ્તારના લોક લાડીલા ધારા સભ્ય આંનદભાઈ ચૌધરી કોંગી કાર્યકર્તાઓ તેમજ તાલુકા પંચાયત ના પ્રમુખ શંકરભાઈ ચૌધરી, બિપિનભાઈ મહિડા, અરુણ ગામીત,રમિલાબેન,મંજુબેન તેમજ મેહુલભાઈ ખેંગાર સહિતના કાર્યકર્તાઓ સાથે ઉપવાસ પર બેઠા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application