Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નીઝર તાલુકામાં સાદી રેતી સ્ટોક કરવાના આડમાં રાજય બાહર રેતી સપ્લાય કરવાનો ચાલી રહ્યો છે કાળો કારોબાર !! મહેસુલ વિભાગને પણ કરોડો રૂપિયાનો ચૂનો !!

  • June 29, 2018 

તાપીમિત્ર,વ્યારા:ચૌમાસાની સીઝન શરૂ થતાં પહેલા પુરજોશમાં કરવામાં આવતો સાદી રેતીનો સ્ટોક માત્રને માત્ર રાજ્ય બાહર સપ્લાય કરવા માટે રેતીનો સ્ટોક કરવામાં આવતાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.સ્થાનિક તંત્રના ભ્રષ્ટઅધિકારીઓની મિલીભગતથી આ સમગ્ર કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે.રાજ્ય બાહર રેતી સપ્લાય થતી હોવાને કારણે મહેસુલ વિભાગને કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો હોવાનું સામે આવ્યું છે.સમગ્ર બાબતે એક જાગ્રત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.ત્યારે પ્રમાણિક અધિકારીઓને તપાસના આદેશ આપી રેતી માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે. ગુજરાત રાજયની રેતી રાજય બાહર મોકલવા સામે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તો તેની સામે કેટલાક લેભાગુ દલાલો દ્વારા પ્રતિબંધ સામે તરકીબ અજમાવી રીતસરનું ચાલુ ચૌમાસાની સીઝન દરમિયાન મસમોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.રાજય બાહર ખાસ કરીને મહારાષ્ટ્રમાં બાંધકામ માટે રેતીની મોટી માંગ રહે છે.તો તે માંગ પુરી કરવા ખાસ કરીને નિઝર તાલુકાના કેટલાક રેતી સ્ટોકીસ્ટો સિમેન્ટની બેગમાં તેમજ હાઈવા જેવા મહાકાય ટ્રકોમાં રેતી ભરી રાજ્ય બાહર મહારાષ્ટ્ર તરફ રેતી મોકલતા થયા છે.માત્ર નિઝર તાલુકા માંથી જ સ્ટોક કરવામાં આવેલ રેતી સ્ટોકના સ્થળ પરથી રોજિંદા આંદાજીત ૧૦૦ થી વધુ હાઈવા જેવા મહાકાય ડમ્પરમાં રેતી ભરી મહારાષ્ટ્ર તરફ રવાના કરવાનું કૌભાંડ ખુબજ સુવ્યવસ્થિત ઢબે ચલાવામાં આવી રહ્યું છે.સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવતા કાગળો ઉપર તપાસના નામના ઘોડા દોડાવી સબસલામત ના દાવા કરતા હોય છે. રેતી માફિયાઓ રેતી સ્ટોક રજીસ્ટ્રેશનની આડમાં રાજ્ય બાહર રેતી મોકલી કૌભાંડ ચલાવી રહ્યા છે.તાપી જિલ્લાના નિઝર સહિતના વિસ્તારોમાં એવી કેટલીય જગ્યાઓ પર સાદી રેતી સ્ટોક કરવામાં આવી છે.જેમાંથી ઘણાં રેતીના સ્ટોક કરનારાઓએ તો નિયમાનુસાર મંજુરી પણ મેળવી ન હોવાનું જણાવા મળ્યું છે.સાદી રેતી સ્ટોક નામે ધિકતો ધંધો સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખવા રેતી સ્ટોકીસ્ટો ગુજરાત રાજ્યના સરહદ પર આવેલા ગામોના નામ પર બીલ બનાવી રેતી રાજ્ય બાહર મહારાષ્ટ્ર તરફ રવાના કરી રહ્યા છે.જેમાં કેટલાંક રેતી સ્ટોક કરનારાઓ રેતીના કોથડા પેક કરી  કન્ટેનરમાં ભરીને ડીલેવરી ચલણ રેડી મિક્સના પણ બનાવી રહ્યા હોવાનું વિગતો સાંપડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રેડી મિક્સના ખનિજમાં કોઇ રોયલ્ટીની જરૂર હોતી નથી.જેથી રેતી માફિયાઓ દ્વારા સરકારને રેતીની રોયલ્ટી ચોરી કરી મહેસુલ ખાતા ને પણ મોટી ખોટ પાડી રહ્યા છે..   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application