નાનપુરા ટીમલીયાવાડ વિસ્તારમાં રહેતા ઍકાઉન્ટન્ટ અને તેના માતાના બેન્ક ઍકાઉન્ટમાંથી કોઈ ભેજાબાજે કુલ રૂપિયા ૩ લાખ ઉપાડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
અઠવા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરા ટીમલીયાવાડ પીપલ્સ બેન્કની પાછળ અર્પણ ઍપાર્ટમેન્ટમાં રહેતા યોગીન હસમુખભાઈ શાહ (ઉ.વ.૪૦) ઍકાઉન્ટન્ટનું કામકાજ કરે છે. યોગીનભાઈ અને તેની માતા કોકીલાબેનનું જોઈન્ટમાં રામપુરાની દેનાબેન્કમાં ખાતુ આવેલુ છે. દરમિયાન ગત તા.૧૫મી ઓક્ટોબરના રોડ સવારે સાડા પાંચ વાગ્યે યોગીનના ખાતામાંથી ૧ લાખ અને તેની માતા કોકીલાબેનને ખાતામાંથી ૨ લાખ મળી કુલ રૂપિયા ૩ લાખ ઉપાડી લીધા હતા. ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા.
ખાતામાંથી પૈસા કમાયા હોવાની જાણ થતા યોગીનભાઈ દોડતા થયા હતા અને બેન્કમાં તપાસ કરતા પૈસા મુકેશકુમાર શર્મા નામના બેન્ક ઍકાઉન્ટ ધારકના ખાતામાં જમા થયા હોવાનું બહાર આવ્યું હતું, વધુમાં પોલીસ સુત્રોઍ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા યોગીન શાહનો બેન્ક સાથે જોઈન્ટ કરેલ મોબાઈલ નંબર કોઈ અજાણ્યાઍ આઈડીયા કંપનીમાં ફોન કરી મોબાઈલ ખોવાય ગયો હોવાનુ કહી સીમકાર્ડ બંધ કરાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું બનાવ અંગે પોલીસે યોગીન શાહની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500