લિંબાયત વિસ્તારમાં રહેતી અને જોલવા ગામ ખાતે સાસરીમાં રહેતી પરિણીતાને તેના સાસરીયાઓએ રૂપિયા ૩ લાખના દહેજ માટે ઘરમાંથી કાઢી મુકી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પરિણીતાએ તેના પતિ સુશીલ ચુડામણ પાટીલ, સસરા ચુડામણ પાટીલ, સાસુ માલુબેન અને દિયર સ્વપનીલ (રહે,જોલવા ગામ) સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે,આરોપીએ એકબીજાની મદદથી ગત.એપ્રિલ ૨૦૧૯થી દહેજમાં રૂપિયા ૩ લાખની માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપી મારઝુ઼ડ કરતા હતા. તેમજ સુશીલે તેના પિતાને ફોન કરી ઘરે બોલાવી મારે તમારી દીકરી સાથે નથી રહેવુ તેમ કરી ઘરમાંથી કાઢી મુકી હતી અને ફરીથી અમારા ઘરે આવશે તો જાનથી મારી નાખીશું હોવાની ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application