Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:થર્મલ પાવર સ્ટેશન સામે આદિવાસી કામદારો સામુહિક આત્મવિલોપન કરવાના મુડમાં !! ઉચ્ચસ્તરીય રજૂઆત

  • June 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:ઉકાઈ થર્મલ અને ઉકાઈ ડેમના અસરગ્રસ્ત આદિવાસીઓ ન્યાય મેળવવા છેલ્લા ૩૦ વર્ષથી લડત ચલવતા હોય તેમ છતાં ન્યાય નહી મળતા થર્મલ પાવર સ્ટેશનની ઓફીસ સામે સામુહિક આત્મવિલોપન કરવા ચીમકી ઉચ્ચારી છે,જેની જાણ ઉચ્ચકક્ષાએ પણ લેખિતમાં કરી દેવામાં આવી છે, આદિવાસી કામદારોએ લેખિતમાં કરેલ રજૂઆત મુજબ,મજુર અદાલતના બે વખતના કોર્ટ હુકમનો અમલ ન કરી ગરીબ આદિવાસી મજૂરોનું શોષણ છેલ્લા ૩૦ વર્ષથી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ના અધિકારીઓ કરી રહ્યા છે,જેને લઇ થર્મલ પાવર સ્ટેશનની ઓફીસ સામે આત્મવિલોપન કરવા જઈ રહ્યા છીએ હોવાની લેખિતમાં તાપી જિલ્લાતંત્ર સહિત ઉચ્ચસ્તરીય ૨૦ જેટલા વિભાગોમાં જાણ કરી દેવામાં આવી છે. થર્મલ અને ઉકાઈ ડેમના અસરગ્રસ્તો આદિવાસીઓ છેલ્લા ૧૯૮૯ થી હક અને અધિકારો માટે લેબર કોર્ટથી માંડી હાઇકોર્ટ સુધી ધક્કા ખાય રહ્યા છે જેના કારણે આર્થિક અને માનસિક રીતે પાયમાલ થઇ ગયેલ હોય,આદિવાસીઓનો સામુહિક આર્થીક વિકાસના થાય અને તે આદિવાસીઓને આર્થીક અને માનસિક રીતે તોડી નાંખી સામુહિક આત્મહત્યા કરવા માટે મજબુર કર્યા હોવાનું જણાવામાં આવ્યું છે,ભારતીય ન્યાય વ્યવસ્થાને ના માનનારા GSECL ના અધિકારીઓ કોર્ટના હુકમ ૨૦૦૭,કોર્ટના હુકમ ૨૦૧૭ હોવા છતાં ભારતીય ન્યાય વ્યવસ્થા અને ન્યાયતંત્રને ગુમરાહ કરી રહ્યા છે,વારંવારની રજૂઆત છતાં હુકમ મુજબ રોજીરોટી આપવામાં આવેલ નથી.તો તાત્કાલિક અમોને અમારા હક્ક અધિકારો હુકમ મુજબ આપવા વિનંતી તેમજ સાત દિવસમાં તેનો જવાબ નહી મળે તો મજબુર થઈને આદિવાસીઓ GSECL(થર્મલ પાવર સ્ટેશન)ઉકાઈ ની ઓફીસ સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચરી છે,તેનાથી જે પણ પરિસ્થિતિ ઉભી થાય તે તમામ જવાબદારી GSECL ના અધિકારીઓની રહેશે.તેમ જણાવામાં આવ્યું છે.   High light-માટે તમામ આદિવાસીઓ “ ભારતના સંવિધાન” ને માન આપી ભારતના સંવિધાન ના આર્ટીકલ ૧૩(૩)(ક) અને આર્ટીકલ ૨૪૪(૧)(બ)અનુસાર અસરગ્રસ્ત આદિવાસીઓ રૂઢી પરંપરા તેમજ સંસ્કૃતિક રીતે સ્વશાસિત આદિવાસીઓને કોઇપણ પ્રકારની IPC,CPC ની કલમો લાગતી નથી,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application