જીવલેણ કોરોના વાયરસની ગુજરાતમાં આવેલી બીજી લહેરમાંથી સુરત પણ બાકાત રહ્નાં નથી અને ફરીથી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા બહાર આવવા લાગતા આરોગ્ય તંત્ર ફરી ઍકવાર દોડતુ થયું છે. આજે સુરત શહેર અને જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા ૧૭૦ પોઝિટિવ દર્દી નોધાયા હતા. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા ૪૧,૮૪૬ નોધાઇ હતી. આજે બહાર આવેલા કોરોના સંક્રમિતની સંખ્યામાં મેયર ડો. જગદીશ પટેલનો કોરોથી સંક્રમિત થયા હતા જેથી તેમને હોમ આઈસોલેટ કરવામા આવ્યા છે.
છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં રાત્રિ કરફયુ સાથે કોવિડ-૧૯નાં માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે મનપા અને પોલીસ ટીમ સતત દોડી રહી છે. માસ્ક નહી પહેરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટનસીંગનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાનું સમગ્ર આરોગ્ય તંત્ર્ કોરોના વાયરસની ચેઇન તોડવા માટે ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે.
સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે વિતેલા ૨૪ કલાકના સુરત શહેરમાં કોરોના વાયરસના ૨૧૭ પોઝિટિવ દર્દી નોધાયા હતા. ત્યારબાદ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વિતેલા ૧૬ કલાકમાં નવા ૧૧૬ કોરોના પોઝિટિવ દર્દી નોધાયા હતા. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૩૦૭૦૨ નોધાઈ હતી. ગઇ કાલે ૧ કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૭૬૧ થયો હતો. જ્યારે કુલ પોઝિટિવ દર્દી પૈકી કુલ ૨૮,૭૫૦ દર્દીઓ અત્યાર સુધી સાજા થયા હતા.
સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઇ કાલે સુરત જિલ્લામાં ૫૩ કોરોના પોઝિટિવ દર્દી નોધાયા હતા. જ્યારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના નવા ૫૪ દર્દી નોધાયા હતા. સુરત જિલ્લામાં આ સાથે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૧૧૪૪ નોધાઇ હતી. તેમજ ૨૮૧ કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે ૧૦,૪૦૨ દર્દીઓ સાજા થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500