Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના નાનીચીખલી ગામનો યુવક ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો પકડાયો, એક વોન્ટેડ

  • November 24, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ચાપલધારા ગામની સીમમાં ગાયસવાર થી ચાપલધારા જતા રોડ ઉપરથી આજરોજ બપોર ના અરસામાં એક રજીસ્ટ્રેશન વગરની એકટીવા મોટર સાયકલ સાથે સુનીલભાઈ વીરસીંગભાઈ ગામીત (ઉ.વ.20) રહે, નાની ચીખલી ગામ,દાદરી ફળિયું તા.વ્યારા નાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

તપાસ દરમિયાન એકટીવા ઉપર લઇ જવાતો વિદેશી દારૂની નાની મોટી તથા ટીન બીયર નંગ 204 જેની કિંમત રૂપિયા 30,720/- નો દારૂ અને એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 500/- તથા એકટીવાની કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ રૂપિયા 51,220/- ના મુદ્દામાલ સાથે સુનીલભાઈ ગામીત ની અટક કરવામાં આવી હતી, પોલીસ તપાસમાં નવાપુર ખાતે આવેલ કાકા વાઈન શોપ પર હાજર ઇસમે દારૂ ભરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ ઉદેસીંગભાઈ ઇન્દ્રસિંગ ની ફરિયાદના આધારે આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application