સુરત:સુરતમાં એક જ પરિવારના સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે પરિવારના ત્રણેય સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે,આસપાસમાં રહેતા પાડોશીઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આ પરિવારના યુવક ઉપર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા પરિવારના ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી.પરિવારના ત્રણેય સભ્યોએ ઝેરી દવા પી લેતા આસપાસમાં રહેતા લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યાં હતાં.દુષ્કર્મનો આરોપ લાગતાં આ પગલું ભરી લીધું હોવાની ચર્ચા ચાલી રહી છે.બેગમપુરા વિસ્તારમાં રહેતા હિતેશ દેવચંદ પટેલ(ઉ.વ.આ.42),પત્ની બિનાબેન(ઉ.વ.આ.30) અને મંજૂબેન બાબુ પટેલ (ઉ.વ.આ.50)એ બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી.જે અંગેની જાણ પાડોશીઓને થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.108ની ગાડીઓએ તાત્કાલિક ત્રણેયને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.હાલ તેમની સારવાર તબીબો કરી રહ્યાં છે.આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.મહત્વપૂર્ણ છે કે,રિક્ષા ચલાવતાં હિતેશ પર દુષ્કર્મનો આરોપ લાગ્યા બાદ આ પગલું ભરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application