રાજ્યમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ સક્રિય હોવાની અફવા મામલે ઇન્ચાર્જ ડીજીપી મોહન જ્હાએ આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં સીઆઇડી ક્રાઇમના આશિષ ભાટિયા,અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યાં હતા બેઠકમાં રાજ્યમાં અફવા ફેલાવનારા લોકોને શોધવા અને અફવા અટકાવવા કાર્યવાહી કરવા,સોશ્યલ મીડિયા અને ન્યુઝ માધ્યમો પર નજર રાખવા,અફવા કયાંથી શરુ થઇ અને તેને ફેલાવવામાં કોનો હાથ છે તેને શોધીને કાર્યવાહી કરવા આદેશ અપાયો છે ઉપરાંત રાજ્યભરમાં પેટ્રોલિંગનો પણ આદેશ આપવાની સાથે આ પ્રકારની અફવાનો કોઈ મેસેજ મળે તો તુરત કાર્યવાહી કરવા ઇન્ચાર્જ ડીજીપી મોહન જ્હાએ આદેશ અપાયો છે કોઈપણ વિચર્યા વગર બાળકોને ઉઠાવી જનાર ગેંગ વિશેનો મેસેજ ફોરવર્ડ ના કરે તે હિતાવહ છે.
high light-અફવા ફેલાવનારા લોકોને શોધવા અને અફવા અટકાવવા કાર્યવાહી કરવા,સોશ્યલ મીડિયા અને ન્યુઝ માધ્યમો પર નજર રાખવા,અફવા કયાંથી શરુ થઇ અને તેને ફેલાવવામાં કોનો હાથ છે તેને શોધીને કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application