તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના રામ કબીર સોસાયટી વિસ્તારમાં આવેલ મકાન માંથી રૂ.૪૨,૧૦૦/-ના મત્તા ના મુદ્દામાલની ચોર થઇ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.અજાણ્યા ચોરટાઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વ્યારાના રામ કબીર સોસાયટીમાં તા ૨૬મી જુન નારોજ,બ્લોક નંબર-૧૧માં આવેલ મકાન માંથી(૧)સીલીંગ ફેન નંગ-૦૯ કિ.રૂ-૯,૦૦૦/-(૨)બારીના હેન્ડલ તથા સ્ટોપર નંગ-૪૩ કિ.રૂ-૬,૦૦૦/- (૩)વોશ બેઝીંગ-ટોયલેટનો સાદો નળ-નંગ-૦૫ કિ.રૂ-૧,૦૦૦/-(૪)ટોયલેટનો ફલશ કોક નંગ-૦૬ કિરૂ-૧૮૦૦/-(૫)લાઇટીંગ વાળુ ઝુમ્મર નંગ-૦૧ કિ.રૂ-૧,૦૦૦/-(૬)ગેસનો ચુલો ચાર બર્નર વાળૉ -૦૧ કિ.રૂ-૨૦૦૦/-(૭)બાથરૂમના નળ નંગ-૦૬ કિ.રૂ-૨૦૦૦/- (૮) બાથરૂમના ફુવારા નંગ-૦૪ કિ.રૂ-૨૦૦૦/-(૯) ટોયલેટનો પાણીના પાઇપ નંગ-૦૩ કિ.રૂ-૧૦૦૦/-(૧૦)વોશ બેઝીગ અને ફુવારાના વાલ્વ નંગ-૦૮ કિ.રૂ- ૧૬૦૦/-(૧૧)પહેલા માળના દરવાજાના પિતળના નાના- મોટા હેન્ડલ લોક સાથે મળી નંગ-૦૮ કિ.રૂ-૩૨૦૦/-(૧૨) સ્ટીલના કબાટના દરવાજાના હેન્ડલ નંગ-૦૫ તથા લોક નંગ-૦૯ કિ.રૂ- ૨૫૦૦/-(૧૩)પી.ઓ.પી.ની લાઇટ નંગ-૧૦ કિ.રૂ-૨૦૦૦/-(૧૪)હીચકાના હેન્ડલ નંગ-૦૪ તથા સળીયા તથા કડા સાથેના નંગ-૦૪ કિ.રૂપિયા-૨૦૦૦/-(૧૫ )કાળા કલરનો મીનોલતા કંપનીનો કેમેરો નંગ-૦૧ કિ.રૂપિયા-૩૦૦૦/-તથા કોડેક કંપનીનો કાળા કલરનો કેમેરો નંગ-૦૧ કિ.રૂપિયા-૨૦૦૦/-મળી કુલ કિ.રૂપિયા-૪૨,૧૦૦/-ના મત્તાના મુદામાલની ચોરી કરી નાસી ગયા ગયા હોવાની ફરિયાદ સંજયભાઇ જીવનભાઇ કોરડીયા રહેવાસી-બી ૮૦૮ અભિષેક એસ્ટેટ તળાવ રોડ વ્યારા નાએ પોલીસ મથકે કરી હતી.જેમની ફરિયાદને આધારે અજાણ્યા ચોરટાઓ વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ psi એસ.જી.રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application