તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જિલ્લામાં વટ સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી.સવારથી પરિણીતાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી.જેઠ સુદ પુનમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રી પુનમનુ વ્રત ઉજવાય છે.વ્યારા,વાલોડ-બાજીપુરા,સોનગઢ અને ઉકાઈ સહિતના વિસ્તરોમાં વટ સાવિત્રીના પર્વ નિમિતે મોટી સંખ્યામાં મહિલાઓ પૂજન-અર્ચન કર્યું હતું.સદીઓથી ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર બનેલા વડની પુનમનાં શુભ દિને સૌભાગ્યવતી મહિલાઓ વડનાં વૃક્ષની પુજા કરે છે.મહિલાઓ મંદિરો ખાતે શ્રીફળ,કંકુ-ગુલાલ, ફળફળાદિ,સૌભાગ્યની વસ્તુઓ સહિતની પૂજાપાની સામગ્રી સાથે પહોચી હતી અને વડની જનોઇ તથા સુતરનાં દોરા સાથે પ્રદક્ષિણા ફરી હતી.સવારથી મહિલાઓનો પૂજા અર્ચના કરવા ધસારો જામ્યો હતો.
મહિલાઓએ વડની પૂજા કરી પોતાનાં પતિનાં ર્દીધાયુષ્ય અને પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના કરી હતી.દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડનાં વૃક્ષને પાણીનું સિંચન કરી વડવૃક્ષનાં થડને સુતરનો દોરો વીટી અને મંત્ર બોલી ભકિત અને શ્રદ્ધા સાથે ચંદનનું તિલક કર્યુ હતુ.અક્ષત અને ફુલો ચઢાવવા અને પૂર્ણ સમપર્ણનાં ભાવ સાથે વડવૃક્ષની પરિક્રમા કરી હતી.મોટી સંખ્યામાં મહિલાઓએ પતિનાં દીર્ઘાયુષ્ય તથા સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી.સોનગઢ,વ્યારા,વાલોડ-બાજીપુરા અને ઉકાઈ સહિતના વિસ્તારોમાં મહિલાઓએ વટ સાવિત્રી પર્વ નિમિતે વટવૃક્ષનું પૂજન કર્યું હતું.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application