Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:કતલખાને લઈ જવાતા પશુધનને ગ્રામજનોએ ઉગાર્યા:કસાઈઓને મેથીપાક આપ્યા બાદ પોલીસને સોંપી દેવામાં આવ્યા

  • June 26, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ડોલારા ગામના માર્ગે કતલખાને લઈ જવાતી પાંચ ગાયો અને પાંચ વાઝરડા સાથે પાંચ જણાને ગ્રામજનોએ મોડીરાત્રે ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા ઇસમોને ગ્રામજનોએ બરોબરનો મેથીપાક આપ્યા બાદ પોલીસને સોંપી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વ્યારા સહિતના વિસ્તારમાં બાળકો ઉપાડી લઇ જતી ટોળકી ફરતી હોવાના અફવાને પગલે ડોલારા જેવા ગામડાઓમાં ટોળકીને પકડવા માટે મોકો જોઈને બેઠેલા કેટલાક લોકોના હાથે ગેરકાયદેસર પશુધન લઇ જતા ઈસમો મોડી રાત્રે હાથે આવી ગયા હતા.જેમને ખુબ મેથીપાક આપ્યા બાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,તા.૨૬મી જુન નારોજ,મેઘપુર-ડોલારા ઝાડ ફળિયા આવતા રસ્તા ઉપર મહિન્દ્ર બોલેરો પીકઅપ ગાડી નંબર-જીજે-૨૬-ટી-૫૪૧૫ માંથી પાંચ ગાય અને પાંચ વાઝરડાઓને ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી પશુઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની સગવડ વિના લઇ જતા અને કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના લઇ મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર ખાતે હેરાફેરી કરી લઇ જતા પાંચ જણા ને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ એક પાયલોટીંગ કરતી બાઈક નંબર-જીજે-૨૬-ટી-૫૨૭૨ પણ ઝડપી પાડવામાં આવી હતી.બોલેરો પીકઅપ,બાઈક,અને ગાય-વાઝરડા મળી કુલ રૂપિયા ૪.૯૫ લાખનો મુદ્દામાલ વ્યારા પોલીસે કબજે કર્યો હતો.આગળની વધુ તપાસ એએસઆઈ ભીખાભાઈ જેઠાભાઈ કરી રહ્યા છે. ઝડપાયેલા આરોપીઓ..

(૧)મયુદ્દીન મૌલા મુલતાની (૨)અસરફ મહેબુબ મુલતાની (૩) મુક્કદર કાળું મુલતાની (૪)તનવીર લતીફ મુલતાની ચારેય જણા રહે,ઝંખવાવ-માંગરોળ (૫) ગફાર બાબુભાઈ મુલતાની રહે,વાલોડ-તાપી
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application