કોટ્ટયમ:કેરળમાં ચર્ચના પાદરીઓનું એક સેક્સ કૌભાંડ બહાર આવતાં ભારે ચકચાર મચી ગઇ છે.કેરળના કોટ્ટયમ શહેરમાં એક મહિલાના પતિની ફરિયાદ પર મલંકરા ઓર્થોડોકસ સિરિયન ચર્ચે કેટલાક પાદરીઓને ફરજ પરથી હટાવી દીધા છે.
મહિલાના પતિએ એવો આક્ષેપ કર્યો હતો કે આ પાદરીઓએ ચર્ચમાં પ્રભુ ઇસુ ખ્રિસ્ત સમક્ષ પોતાનાં પાપનો એકરાર કરવા આવેલી મહિલાનું યૌનશોષણ કર્યું હતું.આ પાદરીઓએ મહિલાના એકરારનો દુરુપયોગ કરીને તેને બ્લેકમેલ કરી હતી.ચર્ચના જનસંપર્ક અધિકારી પી.સી.ઇલિયાસે જણાવ્યું હતું કે,આ મામલામાં એક આંતરિક તપાસ શરૂ થઇ ગઇ છે અને રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મીડિયામાં આ અંગે કેટલીયે ફરિયાદો થઇ હતી.આથી ચર્ચ હવે તપાસ સમિતિના અહેવાલની પ્રતીક્ષા કરશે. પીડિત મહિલાના પતિએ જણાવ્યું હતું કે તેમણે નીરાનામ ધર્મ પ્રાંતના અધ્યક્ષ સમક્ષ ૭ મેના રોજ ફરિયાદ દાખલ કરી હતી,પરંતુ ચર્ચે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો હતો. પીડિત મહિલાના પતિએ એવો દાવો કર્યો છે કે તેમની પાસે દોષિત પાદરીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે.કેરળમાં એક ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે,જેમાં મહિલાના પતિ જણાવે છે કે આરોપીઓમાંથી એક પાદરીએ તો લગ્ન પહેલાં જ તેમની પત્ની સાથે યૌનશોષણ કર્યું હતું.લગ્ન બાદ પણ આ પાદરીએ તેમની પત્ની સાથે સેક્સ સંબંધો ચાલુ રાખ્યા હતા.તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમની દીકરીને બેપ્ટીઝમવિધિ દરમિયાન તેમની પત્નીએ એક પાદરી દ્વારા યૌનશોષણ અંગે વાત કરી હતી.આ સમસ્યાનું નિવારણ લાવવાના બદલે પાદરીએ તેમની પત્નીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application