Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજ વિરૂધ્ધ ટીકાટીપ્પણી કરનાર પાંચ જણા સામે ગુન્હો નોધાયો

  • June 26, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના બુહારી ગામે ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં બે કોમ વચ્ચે થયેલ બબાલમાં માત્ર એકપક્ષની ફરિયાદને આધારે કાર્યવાહી કરવામાં આવતા નારાજ મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી હતી જેને લઇ વાલોડ પોલીસ મથકે અલ્તાફોદ્દીન કાઝીએ આપેલ ફરિયાદ ને આધારે પાંચ જણા વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર થયો છે. વાલોડ તાલુકાના બુહારી ગામે ગત 17મી જુન 2018 રોજ  બે કોમ વચ્ચે થયેલ બબાલમાં કેટલાક લોકોએ સોશીયલ મીડિયા ઉપર મુસ્લીમ સમાજને બદનામ કરી મુસ્લીમ સમાજ વિરૂધ્ધ વિશાળ જનમત ઉભો કરવા માટે અને એના દ્રારા મુસ્લીમોને વધુમાં વધુ નુકશાન કરવાના બદ-ઈરાદાથી તેમજ હિન્દુ મુસ્લીમ સમાજમાં દુશ્મનાવટ તથા વૈમન્સ્ય ઉભી કરી મુસ્લીમ સમાજની લાગણી દુભાય અને કોમવાદ ઉભો થાય તેવા ઈરાદાથી મુસ્લીમ સમાજને સંબોધીને અપમાનજનક શબ્દો ઉપયોગ કરવામાં આવ્યા હતો.જેને લઇ નારાજ મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી હતી.ત્યારબાદ પોલીસને અલ્તાફોદ્દીન નઝમુદ્દીન કાઝીએ આપેલ ફરિયાદ ને આધારે(૧)વિકી પ્રકાશભાઈ ભંડારી(૨)ભુમિન જગદીશભાઈ દેસાઈ(૩)જય ભંડારી (૪)બિપીનભાઈ ભંડારી(૫)વિશાલ શાહ તમામ રહે,બુહારીગામ તા.વાલોડ પાંચે જણા વિરૂધ્ધ ઈપીકો ૧૫૩-(બી) (૧) (સી),૧૧૪ તથા ઈન્ફર્મોશન ટેકનોલોજી અધિનિયમ-૨૦૦૦ ની કલમ- ૬૬ (એ),બી,મુજબ વાલોડ પોલીસ સ્ટેશનના ચોપડે ગુન્હો રજીસ્ટર થયો છે.આગળની વધુ તપાસ psi એ.ડી.ખાંટ કરી રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application