બારડોલી તાલુકાનાં બાબેન ગામના તળાવમાં આવેલ સરદારની 30 ફૂટ ઊંચી પ્રતિમાની સાથે હવે 24 કલાક તિરંગો પણ લહેરાતો જોવા મળશે. ગ્રામ પંચાયત દ્વારા 100 ફૂટ ઊંચો સ્તંભ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે. જેના પર 31મી ઓક્ટોબર નારોજ ધ્વજારોહણ કરવામાં આવશે.સ્વર્ણિમ ગ્રામ બાબેનમાં અનેકવિધ સુવિધાઓ અને સ્મારકો બની રહ્યા છે.
સૌપ્રથમ ગામના પાદરે તળાવની વચ્ચોવચ સ્ટેચ્યું ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપે 30 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેનું તાત્કાલિકન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અનાવરણ કર્યું હતું. હવે આ જ ઐતિહાસિક મુર્તિની સાથે રાષ્ટ્રીય ધ્વજ તિરંગો 24 કલાક ફરકતો રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા મુર્તિની પાછળની બાજુ 100 ફૂટ ઊંચો ધ્વજ સ્તંભ ઊભો કરવા આવ્યો છે. ક્રેન તળાવમાં જઈ શકે એમ ન હોય માણસો મારફતે જ આખો સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. આ ધ્વજ સ્તંભનું 31મી ઓક્ટોબર નારોજ સરદાર જયંતિ નિમિત્તે બાબેન ગામના પનોતા પુત્ર અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સ્તંભ પર 24 કલાક રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500