તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં લાંબા સમય બાદ આજરોજ વહેલી સવારથી મેઘ સવારી આવી પહોંચી છે.શરુઆતમાં ધીમીધારે વરસ્યા બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતાં.છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને બફારાથી તાપી વાસીઓ ત્રસ્ત બન્યા હતાં,ત્યારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠડંક પ્રસરી ગઈ હતી.વરસાદની જરુરીયાત સમયે જ વરસાદ આવી પહોંચતા ખેડુતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
high light-તાપી જિલ્લામાં આજરોજ સવારે 6:00 વાગ્યાથી 4:00 કલાક સુધી પડેલા વરસાદના આંકડાઓ પર એક નજર કરીએ તાલુકા પ્રમાણે સોનગઢ-31 મીમી,વ્યારા-49 મીમી,વાલોડ-98 મીમી,ઉચ્છલ-23 મીમી,કુકરમુંડા-13 મીમી,ડોલવણ-171 મીમી તેમજ નિઝર-35 મીમી વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application