બ્રિટનમાં જુનિયર ડોક્ટરોની ચાર દિવસની ઐતિહાસિક હડતાળ શરૂ થઇ ગઇ છે ત્યારે ભારતીય મૂળનાં ડોકટરે બ્રિટિશ સરકારને ડોક્ટરોનાં પગારની પુનઃસ્થાપનાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનનાં જુનિયર ડોક્ટરો પગાર વધારાની માંગ સાથે હડતાળ પર છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બી.એમ.એ.) જુનિયર ડોક્ટર્સ કમિટીનાં સહપ્રમુખ ડો.વિવેક ત્રિવેદીએ પગારની પુનઃસ્થાપનાની માંગ કરી છે. પગાર વધારાની આ માંગ સરકાર અનુદાનિત નેશનલ હેલ્થ સર્વિસ (એન.એચ.એસ.)નાં 45000 જુનિયર ડોક્ટરો માટે કરવામાં આવી છે. આ ડોક્ટરો પગારમાં 35 ટકાનાં વધારાની માંગ કરી રહ્યાં છે.
બ્રિટનનાં આરોગ્ય પ્રધાન સ્ટીવ બાર્કલેએ કમિટીને પત્ર લખી જણાવ્યું છે કે, તે આ વિવાદને સમાપ્ત કરવા માગે છે પણ બીજી તરફ ડોક્ટરોની પગાર વધારાની માંગ પણ ખૂબ જ વધારે છે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે હડતાળ પર જવા માગતા ન હતાં અમે મંત્રણા કરવા માંગતા હતા પણ અમને અત્યાર સુધી કોઇ પણ પ્રકારની ઓફર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં સવારે સાત વાગ્યાથી જુનિયર ડોક્ટરોની હડતાળ શરૂ થઇ છે જે શનિવારે સવારે સાત વાગ્યે સમાપ્ત થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500