મુંબઇ મહાનગર પાલિકા મારફતે મુંબઇગરાને સેવા આપવા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. છતાં લગ્નની નોંધણીનું પ્રમાણ, જન્મ તથા મૃત્યુનું સર્ટીફિકેટ મેળવવા મુંબઇગરાને મહિનાઓ સુધી પ્રતિક્ષા કરવી પડે છે. એવી નાગરિકો વહીવટીતંત્રને કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. લાખો નાગરિકોને જે આ સેવાની સૌથી વધુ જરૃર છે. તેમાં વિલંબ થઇ રહ્યો હોવાથી ચોફેરથી વહીવટીતંત્ર પર પસ્તાળ પડી રહ્યો છે. એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
હકીકતમાં જન્મ, મૃત્યુ અને લગ્નના સર્ટીફિકેટ એક અસ્તિત્વની પ્રક્રિયાનો એક ભાગ છે. તે કાયદેસર રીતે સરકારી દસ્તાવેજોમાં નોંધણી કરાવવાના ધોરણ અંતર્ગત છે. જન્મ, મૃત્યુનો દાખલો, અને લગ્નનું રજીસ્ટ્રેશનની સેવા પાલિકા આપે છે. આ સેવા આપવાલાંબો સમય લાગતો હોવાથી તે ચિંતાનો વિષય બની ગયો છે. પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલને આ મુદ્દા વિશે પત્ર લખતા સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નગરસેવક તથા ધારાસભ્યએ ધ્યાન દોર્યું કે, એક વ્યક્તિએ મે મહિનામાં લગ્નના સર્ટીફિકેટ માટે ઓનલાઇન અરજી કરી હતી.
પરંતુ તેને નોંધણી માટે સપ્ટેમ્બરની તારીખ મળી. આ મામલે શેખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાલિકાએ જાન્યુઆરીના રોજ લગ્નના સર્ટીફિકેટ સેવાને અસ્થાયી રૂપે બંધી કરવા વિશે ટ્વીટ કર્યું હતું. પરંતુ તે સેવા ક્યારે પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી તે અંગે લોકોને જાણ કરી ન હતી. લગ્નના સર્ટીફિકેટ મેળવવા છ મહિના રાહ જોવી પડે છે. એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય મૃત્યુનું સર્ટીફિકેટની અરજી કર્યા બાદ તે મેળવવા 15 થી 20 દિવસ લાગે છે. આમ આવા મહત્વના સર્ટીફિકેટ મેળવવા સમય લાગતો હોવાથી લોકોમાં નારાજગી વ્યાપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500