ઝારખંડનાં ધનબાદનાં બાઘમારા ડુમરામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને કોલસા ચોરોની વચ્ચે રવિવાર સવારે અથડામણ થઇ હતી અને બંને બાજુથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટનામાં 6 લોકોને ગોળી વાગી હતી. જેમાં 4નાં મોત થયા છે અને 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. કોલસાનાં ચોરોનો જૂથ ઘાતક શસ્ત્રો લઇને બાઘમારાથી ડુમરા કોલસા સાઇડિંગમાં ચોરી કરવાના ઇરાદાથી પહોંચ્યા હતાં. CISFની ટીમે ચોરોને ચેતવણી પણ આપી હતી પણ જવાબમાં કોલસા ચોરોએ CISF પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને બાજુથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં 4 કોલસા ચોરોના ગોળી વાગવાથી મોત થયા હતાં અને 2 લોકો ઘાયલ થયા હતાં.
જોકે ઘટના સ્થળેથી CISFએ તમામને શહીદ નિર્મલ મહતો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પહોંચાડયા હતાં. 2 ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને રાંચી લઇ જવામાં આવ્યા હતાં. હાલમાં કોલસા સાઇડિંગમાં પોલીસ સહિત બીજા સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે અનેક કોલસા ચોરો રોજની જેમ કેકેસી મેન સાઇડિંગમાં બાઇક લઇને પહોંચ્યા હતાં. આ દરમિયાન CISF જવાનો અને કોલસા ચોરો વચ્ચે અથડામણ થઇ હતી. ડયુટીમાં તૈનાત CISF જવાનોએ કોલસા ચોરોને ગોળી મારી હતી. જેના પગલે કોલસા ચોરો બાઇક છોડીને ભાગી ગયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application