Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇડર હાઇવે ઉપર ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક પરિવારનાં 4 લોકોનાં ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યા

  • June 07, 2024 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યાં છે. જેમાં 4 લોકોના કરૂણ મોત થયાની માહિતી મળી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક બેફામ ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારનાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આજ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application