ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ બાદ ક્ષણિક કલાકો મેઘરાજાએ જિલ્લાવાસીઓને રાહત આપી હતી અને ત્યારબાદ ગતરોજ રાત્રીથી ફરી આભમાંથી મેઘમહેર શરૂ થઈ જતા લોકોનાં શ્વાસ અદ્ધર કરી દીધા હતા. જયારે રાત્રી દરમિયાન નેત્રંગ તાલુકામાં 4 ઇંચ વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારો અને લોકોના ઘરોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જી દીધી હતી.
જયારે જબુસરમાં 2 ઇંચ સાથે ભરૂચ, અંકલેશ્વર સહિત અન્ય 7 તાલુકામાં આજરોજ બપોરે 12 કલાક સુધી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 58.55 ટકા વરસાદ વરસી ગયો છે. જે ગત વર્ષ કરતા 33.38 ટકા વધુ છે. સતત ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા સાથે માર્ગોની ભારે દૂરદશા થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application