ઉત્તરપ્રદેશનાં કુશીનગર ખાતે હાટા કોતવાલી પાસે નેશનલ હાઈવે નંબર-28 પર એક બસ ત્યાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. જોકે આ જોરદાર અથડામણમાં બસમાં સવાર 4 મુસાફરોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 29 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જયારે ઘાયલોને હાટા CHCમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં 10 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ બસ બિહારના મધેપુરા જિલ્લાના મજૂરોને લઈને પંજાબ જઈ રહી હતી. બસમાં સવાર કામદારોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર બસને ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યો હતો. હાટા કોતવાલીના બાધનાથ ચાર રસ્તા પાસે નેશનલ હાઈવે નંબર-28 પર એક ટ્રક ઉભી હતી. પરંતુ બસની સ્પીડ વધુ હોવાને કારણે તે બસને કાબૂમાં રાખી શકી નહીં. આ કારણે બસ જોરદાર અથડાઈ હતી.
આ અકસ્માત રાત્રે 2 વાગ્યે થયો હતો. જેની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાત પડવાને કારણે અહીં બચાવ કાર્યમાં મુશ્કેલી પડી હતી પરંતુ પોલીસ કર્મીઓએ કોઈપણ રીતે બસમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500