Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજળીનો જોરદાર આંચકો લાગતા 4 લોકોનાં મોત, એકની હાલત ગંભીર

  • July 09, 2022 

ઔરંગાબાદ જિલ્લાનાં કન્નડ તાલુકામાં હિવરખેડા-નાંદગીર વાડીમાં વિદ્યુત વાયરોનાં ડીપીમાં જોડાણ દરમિયાન વીજળીનો જોરદાર આંચકો લાગતા નાવડી વિસ્તારનાં ચાર મજૂરનાં મોત થયા હતા, જ્યારે એક જણ ગંભીર ઈજા પામ્યો હતો. નવા ઇલેક્ટ્રિફિકેશનનું કામ મહાવિતરણ તરફથી એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું અને આ લોકો તેના માટે કામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.




જોકે આ ઘટના આજે બપોરે અઢી વાગ્યે બની હતી. આ સંદર્ભે વધુ વિગતાનુસાર હિવરખેડ-નાંદગીર વિસ્તારમાં નવો વિદ્યુત પ્રવાહ પૂરો પાડવા માટે જરૂરી ડીપી-પોલ પર વિજતાર ખેંચવાનું કામ ચાલી રહ્યું હતું. મહાવિતરણ આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને આપ્યું હોવાથી નાવડી વિસ્તારના ચાર લોકો ગણેશ થૈટ (ઉ.વ.35), ભસી વમકડ (ઉ.વ.35), જગદીશ મુચુંડે અને અર્જુન મગર (ઉ.વ.26) પોલ પર વિજતાર ખેંચવા સહિતનાં કામમાં વ્યસ્ત હતા.




તે સમયે અચાનક વિજ-પ્રવાહ શરૂ થતા આ ચારેયને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો તો જેમાં આ ચારેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. એવું કહેવાય છે કે, આ વિસ્તારમાં એક વ્યક્તિએ ખેંચેલા જીવંત વાયરના સંપર્કમાં અન્ય કેબલ આવી જવાથી આ લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો.




આ ઘટના બાદ મૃતકનાં સંબંધીઓ, મહાવિતરણના ઉચ્ચાધિકારીઓ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ મજૂરનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ખરેખર કયા કારણસર આ દુર્ઘટના થઈ હતી તેની તપાસ આદરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application