તાપી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે.જેને કારણે પોલીસને પણ બખ્ખા થઈ ગયા છે. મોડીરાત્રે વ્યારાના ઇન્દુ ગામના વિસ્તારમાં એલસીબીએ જુગારના અડ્ડા પર દરોડા ૪ આરોપીઓને ૧.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જોકે ૨ આરોપીઓ નાશી છુટ્યા હતા.
તાપી જિલ્લામાં હાલ મોટાભાગના પોલીસ મથકનો સ્ટાફ શિકારીની જેમ જુગારીયાઓને શોધવા નિકળી પડે છે.જેમાં મોટા ભાગે સફળતા મળે છે. પોલીસ ખુબ જ સક્રિય હોવા છતાં જુગારીયાઓ પોતાની આદતને મજબુર હોવાથી જુગાર રમવાનું છોડતા નથી. જેને કારણે લોકઅપની હવા ખાવાનો,પૈસા અને આબરૂ ગુમાવવાનો વારો આવે છે.
વ્યારા તાલુકાના કાકરાપાર પોલીસ સ્ટેશનની હદમાં આવતું ઇન્દુ ગામની સીમમાં ડાબા કાંઠા નહેરની બાજુમાં આવેલ કિશનભાઈ સૂપડીયાભાઈ ગામીતના ખેતરની પાળ પર આવેલ બંગલીની બાજુમાં જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ગત મોડીરાત્રે દરોડો પાડી જુગાર રમતા ૪ જુગારીયાઓને જુગારના સાધનો,રોકડ રકમ ૧૨,૧૨૦/-અને મોબાઈલ નંગ-૫ જેની કિંમત રૂપિયા ૧૦,૫૦૦/-તથા મોટર સાયકલ નંગ- ૬ જેની કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦/- સહિત કુલ રૂપિયા ૧,૪૩,૯૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જોકે ૨ જુગારીયાઓ પોલીસ રેડ જોઈ નાશી છુટ્યા હતા,જેઓને બાદમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.બનાવ અંગે જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ચૌધરીની ફરિયાદના આધારે જુગાર સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારીયાઓ વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.
પકડાયેલા જુગારીયાઓ
- સંદીપભાઈ કેશનભાઈ ગામીત રહે, નિશાળ ફળિયું ઇન્દુ ગામ-વ્યારા
- પીન્ટુભાઈ બાબુરામ ચૌધરી રહે, ઇન્દુ ગામ-વ્યારા
- અજીતભાઈ શાંતિલાલ ભાઈ ગામીત રહે,દાદરી ફળિયું ચાંપાવાડી ગામ-વ્યારા
- રાજેશભાઈ સંજયભાઈ ગામીત રહે, નિશાળ ફળિયું ઇન્દુ ગામ-વ્યારા
વોન્ટેડ આરોપીઓ
- જીગ્નેશભાઈ ગામીત રહે, કારાભારી ફળિયું ઇન્દુ ગામ-વ્યારા
- અશ્વિન ઉર્ફે ડેબો નવીનભાઈ ગામીત રહે, નવી વસાહત ઇન્દુ ગામ-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500