દમણ પ્રદેશ લાંબા સમય સુધી કોરોના મુક્ત રહ્યા બાદ ફરીથી બે દિવસમાં જ 4 કેસ નોંધાતા પ્રશાસન અને આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી. લંડન રીટર્ન ચારેય એનઆરઆઇનો સેમ્પલ ટેસ્ટ કરાતા તેઓ પોઝિટિવ નીકળ્યા હતા. જયારે ઓમિક્રોન વેરિયન્ટને લઇને સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે એવા સંજોગમાં વિદેશથી આવેલા તમામ નાગરિકોનો એરપોર્ટ અને જેતે વિસ્તારમાં સેમ્પલ લઇને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.આમ, બુધવારે દમણ સ્વાસ્થ વિભાગે 132 લોકોના સેમ્પલ લીધા હતા, જે પૈકી 2 નાગરિકના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પોઝિટિવ દર્દી લંડનથી હાલમાં રીટર્ન થયા હતા. જ્યારે ગુરૂવારે આરોગ્ય વિભાગે 158 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા જે પૈકી વધુ 2 દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. સંઘપ્રદેશ દમણમાં માત્ર બે જ દિવસમાં કોરોના પોઝિટિવના 4 કેસ નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application