નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણોના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમમા ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા. જેઓ જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કારની સ્પર્ધામાં વિજેતા બન્યા હતા.
સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.૧લી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમા રાજ્ય કક્ષાએ મોઢેરા સૂર્યમંદિર ખાતે આયોજિત કાર્યક્રમમા ભરૂચ જિલ્લાના છ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાના ૬ વિદ્યાર્થીઓમાં હીતેશ સોની, વિપુલ પટેલ, ગોહીલ દીવ્યાંગ અને કાવ્યા બેલાડીયા, સેફાલી મહેતા, અંજલી યાદવએ મોઢેરા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધામા ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500