લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જ્યારે દેશમાં કુલ સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. મતદાન કરવાથી કોઈ બાકી રહીના જાય તે માટે ચૂંટણી પંચે નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખ્યુ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મે 2024 ના રોજ થશે. જેના પગલે ગુજરાતમાં 50,787 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી 13,600થી વધુ સંવેદનશીલ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં 50,787 બૂથ પૈકી 13,600થી વધુ બૂથ સંવેદનશીલ છે. આ તમામ સંવેદનશીલ બૂથો પર વધુ બંદોબસ્ત ગોઠવાશે. એટલે કે 100 ટકા માંથી 27 ટકા બૂથ સંવેદનશીલ પર દરેક બૂથ પર ચાર એસ.આર.પીજવાનો હાજર રહેશે. એસ.આર.પીની કુલ 112 પૈકી 10 કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં 450 ક્રિટિકલમથકોમાં પણ ઘટાડો થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500