કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે.ઉપરવાસના મહીબજાજ સાગર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે.
ઉપરવાસમાં મહીબજાજ ડેમ માંથી હાલમાં ૧,૬૩,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી ૯૫૪૮૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવા આવ્યું છે.ડેમમાં પાણીની આવકને જોતા વધુ ૪,૦૦,૦૦૦ક્યુસેક કે તેથી વધુ પાણી મહી નદીમાં છોડાવામાંઆવ્યુ.કડાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર, કડાણા અનેલુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે.
કડાણા બંધમાંથી પાણીની આવકના પગલે જળ સ્તર વધ્યું છે. તેને અનુલક્ષીને અને તકેદારીના ભાગ રૂપે મહી નદી કાંઠાના સંબંધિત તાલુકાઓના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ કાંઠાના ગામોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરીને તકેદારીના યોગ્ય ઉપાયોની સૂચનાઓ આપી રહ્યા છે.
આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના દિશા નિર્દેશો અનુસાર નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અમલદારો પણ કાંઠાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે.નદી કાંઠાના ગામોમાં કોઈ અઘટિત બનાવો ટાળવા પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને સાવધાન કરવામાં આવી રહ્યાં છે.કાંઠાના ગામોના લોકોને બે કાંઠે વહેતી મહી નદીના પટમાં જવા,રોકાવા,પશુઓ ચારવા કે સ્નાન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.વઘુમાં લુણાવાડા તાલુકામાં આવેલ તાંત્રોલી બ્રિજ બંઘ કરવામાં આવનાર હોઈ પુલના બન્ને છેડે વાહન ચાલકો કે જનતા અવર જવર ના કરે તે માટે પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જયારે વાહનચાલકો અને નાગરીકોને આ બ્રિઝ પરથી પસાર ન થવા પણ જણાવવામાંઆવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500