તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ ખાતે આવેલ શગુન પાપડ નામની પાપડ બનાવતી ફેકટરીમાં કામ કરતી મહિલા પર ઓફિસમાં અને મહિલાના ઘરે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ વાલોડ પોલીસ મથકે કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર વાલોડ ખાતે આવેલ શગુન પાપડ ફેકટરીમાં વર્ષ 2008માં કામ કરતી મહિલા ઉપર નૈમીશભાઇ દેવેશચન્દ્ર શાહ (ઉ.વ.આશરે 42) નાએ સને 2008 નાં જુલાઇ મહિનાથી સને 2018 નાં માર્ચ મહીના દરમ્યાન,શગુન પાપડની ફેક્ટરીનાં ઓફીસમાં તેમજ મહિલાના ઘરે આશરે છેલ્લા 10 વર્ષથી મહિલા ઉપર બળાત્કાર કરતો હોવાનો બનાવ પોલીસના ચોપડે નોંધાયો છે.નૈમીશભાઇ દેવેશચન્દ્ર શાહ નાએ મહિલાની મરજી વિરૂધ્ધ અવારનવાર બળ જબરીથી શારીરીક સબંધ બાંધી બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ વાલોડ પોલીસ મથકે કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે પોલીસે મહિલાનું નિવેદન બળાત્કાર ગુજારનાર શખ્સ વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ psi એ.ડી.ખાંટ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application