તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના કોઠી ફળીયામાં બે જણા વચ્ચે થયેલી બબાલ વાલોડ પોલીસ મથક સુધી પહોંચી હતી.બનાવ અંગે ઈજાગ્રસ્ત શખ્સે ઉર્વભાઇ ચૌધરી નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ કરી છે.જેમની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
વાલોડના કોઠી ફળીયામાં તા.૨૩મી નારોજ ઉર્વભાઇ સવજીભાઇ ચૌધરી નામ શખ્સ યુસુફભાઇ પઠાણ ની પત્નિ લીલાબેન વિશે ગલત વિચારો હોવાના લીધે ઘરે આવતો હોય,જેના કારણે યુસુફભાઇ પઠાણએ તેને “કેમ મારા ઘરે આવ્યો છે”તેવું પુછતા ઉર્વભાઇ ચૌધરી ઉશ્કેરાઇ જઇ યુસુફ ને નાલાયક ગાળૉ આપી ઝપાઝપી કરી તેના હાથમાંના ચપ્પુ વડે યુસુફ ના નાકની ડાબી સાઇડે હોઠ ઉપર ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે યુસુફખાન રહીમખાન પઠાણ રહે, કોઠી ફળીયું-વાલોડ નાએ પોલીસ મથકે ફરિયાદ કરતા વાલોડ પોલીસે ઉર્વભાઇ ચૌધરી વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ અહેકો ધર્મેશભાઇ રમેશચંદ્ર કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application