Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એટીએમ કાર્ડ ક્લોન કરી નકલી કાર્ડ બનાવી ઠગાઈ કરતી ટોળકીનો પાંડેસરા પો લીસે કબજો લીધો

  • October 22, 2020 

ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને ઍનસીઆર કંપનીના ઍક્સીસ બેન્કના ઍટીઍમમાં પૈસા ઉપાડવા ગ્રાહકોના ઍટીઍમ કાર્ડ ક્લોન કરી નકલી કાર્ડ બનાવ્યા બાદ પૈસા ઉપાડી છેતરપિંડી કરી આંતરરાજ્ય ટોળકીને ઝડપી પાડી હતી, ટોળકીની પ્રાથમિક પુછપરછમાં શહેરના દસ ગુનાનો ભેદ ઉકેલાયો હતો જેમાં પાંડેસરા પોલીસના ત્રણ ગુના હતા, દરમિયાન ગઈકાલે પાંડેસરા પોલીસે તેમના ગુનાના કામે ટોળકીનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી ધરપકડ કરી અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મહેનતના રૂપિયા ડુપ્લીકેટ ઍટીઍમ કાર્ડ દ્વારા બેન્ક ખાતામાંથી બારોબાર ઉપડી જતા હતા હોવાની ફરિયાદ પોલીસમાં નોઁધાઈ હતી, બનાવની ગંભીરતા જોઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રોગમિતાન કર્યા હતા અને સીસીફુટેજની સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરુ કરી હતી જેમાં સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બિટ્ટુકુમાર નવીનસીંગ ભુમિહાર, હિમાંશુ શેખર ભુમિહાર. મુરારીકુમાર વિજય પાંડે, રીતુરાજસિંહ નિરજસીંગ ભુમિહાર, સોનુકુમારસીંગ ભુમિહારની ધરપકડ કરી હતી.

 

 

પોલીસની પુછપરછમાં ટોળકી બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત ફલાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જીઆઈડીસી, પાર્ડેસરા, પુણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઍ આવેલી ઍન.સી.આર કંપનીના ઍક્સિસ બેક્નના ઍટીઍમ ટાર્ગેટ કરીને ઍક્સિસ બેક્નના ઍટીઍમ મીશનનુ હુડ ડુપ્લેકટ ચાવી વડે ખોલી દેતા હતા. ઍટીઍમમાંથી પૈસા ઉપાડ કરવા આવતા જતા વ્યક્તિના કાર્ડના ડેટા ચોરી કરવાના ઇરાદે તે ઍટીઍમના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી ચોરી કરતુ સ્કીમર ડીવાઇસ ફીટ કરી ઍટીઍમ મીશનમાં કેશ ઉપાડવા આવતા વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જઇ તે વ્યક્તિના ઍટીઍમ કાર્ડના પીન નંબર તથા ઍટીઍમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડીઝીટ જોઇ લખી લેતા હતા.

 

 

આમ કરીને દિલ્લી ફિરોજપુર જઈ ઍટીઍમમાંથી પૈસા ઉપાડી લેતા આમ તેઓઍ સુરત શહેર સિવાય મુબઈ, દિલ્લી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં જઇને પણ ગુનાઓ આચરેલા છે. ઝડપાયેલા આરોપીઓઍ ૧૦થી વધુ ગુન્હા આચરેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંડેસરા પોલીસ મથકના ત્રણ ગુનાનો સમાવેશ થતો હતો. દરમિયાન પાંડેસરા પોલીસે તેમના ગુનાના કામે ટોળકીનો ગઈકાલે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application