પાંડેસરા ગોવાલક રોડ વિસ્તારમાં છુટક કલરકામ કરતા શ્રમજીવીની પત્ની ગઈકાલે મોડી સાંજે નવસારીના વ્રતની પુજા કરતી વખતે સાડા છ વર્ષની માસુમ બાળકી દ્વારા પાણી ઢોળાઈ જતા ગુસ્સામાં આવી તેને એક થપ્પડ મારી ઠપકો આપતા બાળકી ઘરેથી કોઈને પણ કહ્યા વગર નાસી ગઈ હતી. આજુબાજુમાં તપાસ કરવા છતાંયે બાળકી મળી નહી આવતા ફરિયાદ નોઁધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી માસુમ બાળકીની શોધખોળ શરુ કરી છે.
પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ ગોવાલક રોડ યોગીનગર ખાતે રહેતા ગણેશભાઈ ગુદરીભાઈ યાદવ (ઉ.વ.૩૫) છુટક કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગણેશભાઈની પત્ની સોનાબેનનો હાલમાં નવરાત્રીનો વ્રત ચાલી રહ્યો છે અને ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે તેઓ પુજા કરતા હતા તે વખતે છ વર્ષ અને પાચ મહિનાની માસુમ દીકરી શિતલ દ્વારા ઘરમાં પાણી ઢોળાઈ જતા સોનાબેન ગુસ્સે થઈ તેનોએક થપ્પ઼ડ મારી હતી અને ઘરમાં કેમ પાણી ઢોળ્યું છે હોવાનું કહી ઠપકો આપ્યો હતો. ત્યારબાદ સોનાબેન કપડા લેવા માટે છત ઉપર ગયા હતા.
દરમિયાન ઍક કલાક બાદ નવ વાગ્યા સુધી દીકરી શિતલ ઘરમાં જોવા નહી મળતા આજુબાજુમાં બુમ પાડીને બોલાવતા શિતલ ઘરમાં આવી ન હતી જેથી સોનાબેને પતિ ગણેશભાઈને ફોન કરી જાણ કરતા તેઓ પણ ઘરે આવી ગયા હતા અને આજુબાજુના વિસ્તારોમાં તેમજ ઓળખીયા સગાસંબંધીઓ ના ઘરે તપાસ કરી હતી પરંતુ દીકરી શિતલ મળી આવી ન હતા, આખરે ફરિયાદ કરતા પોલીસે સોનાબેન યાદવની ફરિયાદ લઈ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500