Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરટીઓ ટેક્સ ચોરી કૌભાંડમાં ટ્રાવેલ્સ સંચાલકના સાળાની ધરપકડ

  • October 21, 2020 

સરથાણામાં ટ્રાવેલ્સના સંચાલક દ્વારા આરટીઓ ટેક્સ ચોરી કરવા માટે પોતાની લકઝરી બસમાં દુરના સાળાની લકઝરીનો નંબર લગાવી સરકારને ટેક્સપેટેની આવકનો ચુનો ચોપડાવાનો પોલીસે પર્દાફાશ કર્યા બાદ આ  કેસમાં ગઈકાલે ટ્રાવેલ્સ સંચાલકનો સાળો આગોતરા જામીન મેળવી ગઈકાલે હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી છે,

 

સરથાણા પોલીસ મથકના પીઍસઆઇને ગત.૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ બાતમીના આધારે સરથાણા જકાતનાકા પાસે બિનવારસી પડેલી લકઝરી બસ ( નં.જીજે-૧૪-વી-૯૯૧૧ ) કબ્જે કરી પંચનામું કર્યું ત્યારે ઍન્જીન અને ચેસીસ નંબર છેકેલો મળતા બસને પોલીસ સ્ટેશને લાવી તેના માલિકની શોધખોળ આદરી હતી.

 

 

પોલીસે માલિક હરેશભાઇ નરશીભાઇ ગોટી (ઉ.વ.૩૦, રહે.૧૮૯, ગૌત્તમ પાર્ક સોસાયટી, ભુલકા સ્કુલની બાજુમામાં, પુણાગામ, સુરત. મુળ રહે..રામકૃષ્ણ સોસા. રહેમાનભાઇની વાડી, ઘેટી રીંગ રોડ, પાલીતાણા, જી.ભાવનગર) ને બોલાવી પુછપરછ કરતા બસ ઉપર લગાવેલો નંબર ખોટો હોવાની તેમજ તેના માટે જ ઍન્જીન અને ચેસીસ નંબર છેકયાની અને લકઝરી બસનો રૂ.૩૯,૦૦૦ આરટીઓ ટેક્સ બચાવવા દૂરના સાળા વિપુલભાઇ વલ્લભભાઇ ઘેવરીયા (રહે.શાખપુર, તા.લાઠી, જી.અમરેલી ) ને રૂ.૨૦,૦૦૦ માસિક આપી તેની લક્ઝરી બસનો નંબર પોતાની લકઝરી બસ ઉપર લગાવી ટેક્સ ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી.

 

 

તે સમયે હરેશે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૮ થી આરટીઓ ટેક્સ બચાવવા તેણે વિપુલ પાસેથી તેની લકઝરી બસની આરસીબુક તથા બીજા દસ્તાવેજ કાગળોની ઝેરોક્ષ નકલો મેળવી હતી અને તેનો નંબર લગાવી અંદાજીત રૂ.૭ લાખની ટેક્સ ચોરી કરી હતી. સરથાણા પોલીસે હરેશની બસના ઍન્જીન અને ચેસીસ નંબર સાથે ચેડાં થયા છે તે જાણવા ઍફઍસઍલને જાણ કરી હતી. જાકે, છેક મે ૨૦૨૦ માં ઍફઍસઍલઍ બસને પરીક્ષણ માટે લીધી હતી અને થોડા દિવસો અગાઉ જ રિપોર્ટ આપ્યો હતો. તેના આધારે સરથાણા પોલીસે હરેશ અને તેના દૂરના સાળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

 

 

પરંતુ તે અગાઉ સરથાણા પોલીસે આ લકઝરી બસ કબ્જે કરી પોલીસ સ્ટેશન બહાર રાખી હતી ત્યારે ટ્રાવેલ્સ સંચાલક બસનો ખોટો નંબર પણ ઘસી નાખી પાછળની તૂટેલી નંબર પ્લેટ પણ લઇ ગયો હોય તે અંગે પણ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં સરથાણા પોલીસે ગતરોજ આગોતરા જામીન સાથે હાજર થયેલા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વિપુલભાઇ વલ્લભભાઇ ઘેવરીયા (ઉ.વ.૩૭, રહે.૬૬,મણીનગર,નટવરનગરની સામે, સીમાડાનાકા, સરથાણા,સુરત. મુળ રહે.ભાવનગર ) ની ધરપકડ કરી બાદમાં જામીન મુક્ત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application