તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા આરટીઓ વિભાગ દ્વારા અગાઉ પણ જિલ્લા માંથી પસાર થઇ રહેલી ઓવરલોડેડ ટ્રકો ઝડપી પડાઈ હતી.ત્યારબાદ શનિવારે નર્મદા જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગે ફરી છોટાઉદેપુર થી સુરત તરફ જઈ રહેલી 22 જેટલી ઓવરલોડેડ હાઇવા ટ્રકો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
છોટાઉદેપુર થી સુરત તરફ રોજેરોજની અસંખ્ય રેતી ભરેલી ટ્રકો નર્મદા જિલ્લા માંથી પસાર થઈ રહી છે.જેને લઇ .શનિવારે ગરૂડેશ્વર પોલીસે આરટીઓ ને સાથે રાખીને ટ્રાફિક ડ્રાઇવ રાખી હતી.દરમિયાન એમણે છોટાઉદેપુરથી સુરત તરફ જઈ રહેલી 22 જેટલી ઓવરલોડેડ રેતી ભરેલી હાઇવા ટ્રકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા કેટલા સમયથી બોડેલી અને છોટાઉદેપુરમાં ઓવરલોડેડ અને રોયલ્ટી ચોરી કરીને રેતી ખનનનો ધીકતો ધંધો થઈ રહ્યો હોવાની બુમો ઉઠી છે.ત્યારે ભુ માફિયાઓને ખાણ ખનીજ વિભાગના સૂચક મૌનને પગલે છૂટો દોર મળી રહ્યો હોવાનું સાબિત થાય છે.શનિવારે ગરૂડેશ્વર પોલીસ અને નર્મદા આરટીઓ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 22 જેટલા ઓવરલોડેડ રેતી ભરેલા હાઇવા ઝડપી પાડ્યા છે.જોકે આ ચેકીંગ દરમિયાન ટ્રક ચાલકો ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા અને આરટીઓ વિભાગે તમામ ટ્રકોને મેમો ફટકારી દંડની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લામાં રેતી માફિયાઓ સામે પ્રથમવાર આટલી મોટી કાર્યવાહીને પગલે રેતી માફિયાઓની ફફડાટ મચી જવા પામ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application