જીવલેણ કોરોનાનો હવે સુરતીઓમાં કોઈ ડર રહ્યો નથી અને બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે સુરતીઓ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તેને લઈને તંત્ર ફરીથી કોરોનાનું સંક્રમણ વધે તો નહી તેની ચિંતામાં સતાવી રહી છે. તંત્રની ચિંતા અને સુરતીઓ બિન્દાસ્ત વચ્ચે આજે સવારે શહેરમાં ૫૬ અને જિલ્લામાં ૫૬ કેસ નોધાયા છે. સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વઘીને ૩૪,૨૮૮ ઉપર પહોચી છે.
મનપાના આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં આજે સવારે કોરોના પોઝિટિવના નવા ૫૬ કેસ સપાટી ઉપર આવ્યા છે અત્યાર સુધીમાં શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા ૨૪,૮૮૬ ઉપર પહોચી છે. જોકે સામે ૨૨,૮૧૫ દર્દીઓઍ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. શહેરમાં રીકવરી રેટ ૯૨ ટકા છે જોકે ૭૧૧ દર્દીઓના કોરોનામાં મોત થયા છે. તેજ પ્રમાણે જિલ્લાની વાત કરવામાં આવે તો આજે સવારે ૫૬ કેસ બહાર આવ્યા છે કુલ કેસની સંખ્યા ૯૪૦૨ થઈ છે.
જોકે સામે ૮૩૫૨ દર્દીઓએ કોરોના માંથી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. પરંતુ ૨૭૩ દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતીઓમાં હવે કોરોનાનો ડર રહ્યો નથી. બિન્દાસ્ત થઈ પોતાના કામ ધંધા ઉપર લાગી ગયા છે તેમજ હરવા ફરવા લાગ્યા છે જોકે સુરતીઓ ડિસ્ટ્ન્સ કે માસ્ક વગર પહેર્યા વગર ફરતા હોવાને કારણે તંત્ર માંડ માંડ કાબુમાં આવેલ કોરોના સંક્રમણ ફરીથી વધે નહી તેની ચિંતા સતાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500