અડાજણ પાટીયા સંઘવી ટાવરમાં આવેલ ઈન્ડિયન બેન્કમાં ગઈકાલે બપોરે પૈસા ઉપાડવા માટે ગયેલા જરીના કારખાનેદારને ભેટી ગયેલા બે ગઠિયાઓઍ રૂપિયા ઉંધા કરીને ગણો તો ખરાબ નોટ હોય તો ખબર પડી જશે હોવાનુ કહી નોટ પકડી બતાવાને બહાને રૂપિયા ૨ હજારના દરની ૨૪ નોટ ઍટલે ૪૮ હજાર ઝુટવી નાસી ગયો હતો.
રાંદેર પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વાડીફળિયા સ્ટોર શેરીમાં રહેતા ભરતભાઈ ચીમનભાઈ જરીવાલા (ઉ.વ.૪૪) ઘરેથીજ જરીકામ કરે છે. ભરતભાઈએ ગત તા.૧૭મીના રોજ અડાજણ પાટીયા સંધવી ટાવરમાં આવેલ ઈન્ડિયન બેન્કમાં સેવીંગ ખાતુ ખોલાવ્યું હતું. ભરતભાઈ ઍક દિવસ બાદ ઍટલે ૧૯મીના સોમવારના રોજ બારેક વાગ્યે તેની દીકરી અને પિતા ચીમનલાલ સાથે બેન્કમાં તેમના ખાતામાંથી પૈસા ઉપા઼ડવા માટે ગયા હતા. ભરતભાઈએ સ્લીપ ભરી ખાતામાંથી રૂપિયા ૧,૧૨,૦૦૦ ઉપાડ્યા હતા.
જેમાં તમામ નોટ ૨ હજારના દરની ૫૬ હતી. ભરતભાઈએ રૂપિયા ગણીને ફરીથી તેના પિતા ચીમનલાલભાઈને ગણવા માટે આપ્યા હતા. અને તેઓ બાજુમાં ઉભા હતા. તે વખતે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો. અને પૈસા ઉપાડવા માટે સ્વીપ ક્યાં ભરાય છે અને કેવી રીતે ભરી શકાય છે પુછ્તા ભરતભાઈએ તેને જાતે જ ભરી લ્યો મને આવડતુ નથી હોવાનું કહ્યું હતુ તે વખતે બીજા અજાણ્યાએ પૈસા ગણતા તેના પિતા ચીમનલાલ પાસે ગયો હતો અને ચીમનલાલને રૂપીયા ઉંધા કરીને ગણી જુઓ કોઈ ખરાબ નોટ હોય તો ખબર પડી જાય તેમ કહી તેણે નોટ પકડી બતાવતો હતો ત્યારે હાથમાંથી રૂપિયા ઝુટવી ભાગી ગયો હતો.
ચીમનલાલે બુમાબુમ કરતા ભરતભાઈ ચોરને પકડવા માટે ભાગ્યા હતા પરંતુ હાથમાં આવ્યો ન હતો. ભરતભાઈ પરત બેન્કમાં આવી તેના પિતા ચીમનલાલ પાસે રૂપિયા ગણતા તેમાંથી ૨ હજારના દરની ૫૬ નોટ માંથી ૨૪ નોટ એટલે ૪૮ હજાર ઝુટવી નાસી ગયો હોવાનુ બહાર આવ્યું હતું પોલીસે ભરતભાઈની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500