તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ સહિતના વિસ્તારોમાં સોસિયલ મીડિયા ઉપર બાળકો ઉપાડી જવાના બનાવો તેમજ બાળકો ઉપાડી જનાર પકડાયા હોવાના દાવા સાથે ફેસબુક અને વોટ્સઅપ ઉપર વાયરલ થઇ રહેલ મેસેજ ની તાપી પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી છે.જેમાં આવા કોઈ બનાવો અહીંના વિસ્તારમાં બન્યા જ ન હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે.
તા.23મી જુન નારોજ સોનગઢ નગરપાલિકાના સિનીયર સિટીઝન હોલમાં તાપી જિલ્લા પોલીસ ખાતાના ઉચ્ચઅધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે એક મીટીંગનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં હાલ ખાસ કરીને તાપી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર બાળકો ઉપાડી જવાનો તેમજ બાળકો ઉપાડી જનારા પકડાયા ના શીર્ષક વાળા મેસેજ ફેસબુક અને વોટ્સઅપ ઉપર વાયરલ થઈ રહેલ મેસેજ બાબતે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક પ્રાથમિક રાહે આવા કોઈ બનાવો જિલ્લામાં બન્યા જ ન હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે,તેમજ સોશિયલ મીડિયા ઉપર ફરતા થયેલા તમામ મેસેજ અફવા રૂપ સાબિત થયા હોવાનું પોલીસ તપાસમાં બાહર આવ્યું છે.જેના સંદર્ભે ગ્રામજનો સહિત ગામના આગેવાનો સાથે કરવામાં આવેલ મિટિંગમાં લોકોને સમજ આપવામાં આવી હતીકે,મોબાઈલ ઉપર આવા કોઈ મેસેજ આવેતો તેમાં દોરવાઈ જવું નહીં અને લોકોને આવી અફવાઓથી દુર રહેવા જણાવ્યું હતું તેમજ કોઇપણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ જાણવા મળે તો સોનગઢ પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર 02624222033,અથવા તાપી કંટ્રોલના નંબર 02626221500,ટોલ ફ્રી 100 અથવા મહિલા હેલ્પલાઈન નંબર 181 ઉપર ફોન કરી જાણ કરવા જણાવ્યું હતું.વધુમાં જિલ્લામાં એન્ટ્રી/એક્ઝીટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલ છે તેમજ જાહેર રસ્તા/મોટા ભીડભાડ વાળા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ શરુ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું,આ મીટીંગમાં હાજર રહેલા ગ્રામજનોએ નગરમાં વિવિધ સ્થળે સીસીટીવી કેમેરા મુકવા,પહેલા થીજ મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કરવા,મોડી રાત્રે સુધી ચાલુ રહેતી હોટલો પર ભેગા થતા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા તેમજ સ્કુલ વાન/રીક્ષા-બસ ચલાવતા ડ્રાઈવરના લાયસન્સ સહિત વિવિધ મુદ્દે લોકો ચર્ચા કરી હતી,આ મીટીંગમાં એલસીબી-તાપી ના પીઆઈ-એન.જે.બિરાડે,સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ-એન.એચ.પટેલ તથા ઉકાઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ-વી.આર.ભરવાડ તેમજ વિરોધપક્ષના નેતા યોગેશભાઈ મરાઠા,કારોબારી અધ્યક્ષ-વિનોદભાઈ ચન્દ્રાત્રે,બાંધકામ સમિતિના અધ્યક્ષ-નીખીલભાઈ શેઠ,પાલિકા પ્રમુખ વૈશાલીબેન ચૌધરી,માજી પ્રમુખ અનીલભાઈ શાહ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500