કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બંધારપાડામાં બજાર ફળિયુ વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ હતા.
પરંતુ આ વિસ્તારમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યકિતઓની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે તથા છેલ્લા ૧૪ દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં COVID-19નો કોઈ નવો કેસ મળી આવેલ ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ, આ વિસ્તારોને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરતો હુકમ તા.૧૬/૧૦/૨૦૨૦થી ઉઠાવી લેવામાં આવ્યો છે.
આ અંગે વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે, તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500