તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના જામણિયા ગામે કેન્સરની બીમારી થી કંટાળી વૃદ્ધ મહિલાએ અગ્નિ સ્નાન કરી આપઘાત કર્યો હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકના ચોંપડે નોંધાયો છે.
વાલોડ તાલુકાના જામણિયા ગામના કણબીવાડ માં રહેતી આશરે ૭૦ વર્ષીય કુસુમબેન પ્રેમભાઈ મિસ્ત્રી છેલ્લા ત્રણેક માસથી કેન્સરની બીમારીથી પીડાતા હતા જેથી બીમારીથી કંટાળી ગયેલ હોય અને કેન્સર ની બીમારીના કારણે તા.૨૨મી જૂનના રોજ તેઓએ જાતે પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી લેતા શરીર ગંભીર રીતે દાઝી જતા સ્થળ પર જ કુસુમબેન મિસ્ત્રી નું મોત નીપજ્યું હતું.બનાવ અંગે વિજયભાઈ પ્રેમાભાઈ મિસ્ત્રી નાઓએ વાલોડ પોલીસ મથકે જાણ કરી હતી.આગળની વધુ તપાસ asi રૂપસિંગભાઈ નાનીયાભાઈ કરી રહ્યા છે.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application